કરો રે ઉતાવળ.......
કરો રે ઉતાવળ મનવાં, સાંજ તો ઢળી ગઇ,
સજાવી લ્યો સરંજામો, વેળાઓ વળી ગઇ...
મુકામો નોંધારા દીસે, વિસામાં છે પાધરાં,
વાટ્યુંની ખરચી બાંધી લ્યો, પછીનાં ઉજાગરાં,
અગમનાં તે સંકેતોની એંધાણી મળી ગઇ....
રણની રેતમાં મનવાં, કરશો કેમ ખેતી?
મૃગજળનાં જળમાં, કેમ પકવશો રે મોતી?
બાંધીના બંધાય એવી, અગન આંધી ફરી ગઇ...
ખપમાં નહીં આવે સગું, સંબંધીને ધનમતા,
ભવ ભવનાં પુણ્યફળોનાં અંતે ઉદય થતાં,
સાંધી લ્યોને તાર આતમનો, પરમાતમમાં ભળી જઇ....
કવિ : રવિ ઉપાધ્યાય ' રવિ'
No comments:
Post a Comment