પ્રસ્તાવના માટે ક્લિક કરો,
પ્રવક્તા : ડો જગદીપ ઉપાધ્યાય
Get this widget | | જીવનનો રાહ ....
જીવનનો રાહ તું સદા સુરેખ રાખજે,
સ્પર્શે ન કોઇ ડાઘ, દેખરેખ રાખજે. વિચલિત ના થવાય સત્ય પંથથી કદી, નજરો સમક્ષ કર્મનો આલેખ રાખજે. ચંચળ સદા કહી છે આ માનવ મનોદશા, સ્થિરતાનાં મન-કિતાબમાં ઉલ્લેખ રાખજે. સ્વાર્પણનો બોધપાઠ તું સદાય શીખજે, સૂરજ-શશીની ટેક મીનમેખ રાખજે . જગની મલીનતા અને ખારાશ પી જજે, સાગર બનીને સેવાનો તું ભેખ રાખજે. આ જન્મ બોજ ના બન્યો કોઇનો કદી "રવિ",
મૃત્યુ પછીયે ના બને, એ વિવેક રાખજે
શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીતકાર અને ગાયક : પ્રકાશ ઉપાધ્યાય સાંભળવાં અહીં ક્લિક કરશો
|
1 comment:
ખૂબ સુંદર ગઝલ !
Post a Comment