1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

05 June 2007

તું જાગ્યો ત્યાથી થયું સવાર...


તું જાગ્યો ત્યાંથી.....


તું જાગ્યો ત્યાંથી થયું સવાર...
તું જાગ્યો ત્યાંથી થયું સવાર...
તારે તેજપ્રભાત ઉગ્યું, છો જગને છે અંધાર....તું જાગ્યો



ઇંકારેલા સત્ય તણો એકરાર કરી લે આજે.
પસ્તાવાના પુનિત ઝરણે પાવન થાવા ન્હાજે,
આતમને તું ઓળખી લે ને ખોલી અંતર દ્વાર...તું જાગ્યો



પાણી પહેલાં પાળ બાંધવી એ શાણાનું કામ,
મૃત્યુ પહેલાં ભાથું ભરવાં લેવું ઇશ્વર- નામ,
ચેતી લે તું અગમચેત થૈ અગમનિગમ અણસાર.... તું જાગ્યો



પંચતત્વના પરપોટા પર માયાના પડછાયાં,
સચરાચરના ભેદભરમથી ભાવટ પર પથરાયાં
આશ પાશ તું તોડ, પોકારે મુક્તિની પગથાર... તું જાગ્યો


શબ્દરચના, સંગીત: રવિ ઉપાધ્યાય, : ગાયક : પ્રકાશ ઉપાધ્યાય

No comments: