હે... પરમ પુનિત મા પાવન
હે... પરમ પુનિત મા પાવન..... !
હે... પરમ પુનિત મા પાવન..... !
જનમ જનમથી યાચું, ટાળો
મિથ્યા આવન જાવન.......
જલ-જલ થલ-થલ જડ ચેતન તવ, સુરભિત સ્પર્શે થતા મુદિત અવ
કણ-કણ રણ રેણુ વન ઉપવન, અવિરત ઉદિત શુચિ સ્પંદિત રવ
મુક્તિ તૃષા ના છીપે અવરથી, રેલો સ્મિતના શ્રાવણ..... હે.. પરમ
સચરાચર સૌન્દર્ય ઇષ્ટ તવ વિલસે અંતરીક્ષ ધરા તલ
સાત્વિક દીપ, અલૌકિક દિપ્તિ, હરે તિમિરનાં ઘન વાદળ દલ
અમર્ત્ય-અમૃત દિયો ભૃત્યને, ભુવનેશ્વરી મનભાવન.... હે.. પરમ
શોષિત, શ્રમિત, પ્રફુલ્લિત, વિકસીત, તવ ચેતનઅર્ચિત સુરક્ષિત
નિ:સર્ગની સ્વર્ગંગ અસિમીત શ્રી ધી પ્રૌજ્જ્વલ પૂર્ણ પ્રકાશિતસાત્વિક દીપ, અલૌકિક દિપ્તિ, હરે તિમિરનાં ઘન વાદળ દલ
અમર્ત્ય-અમૃત દિયો ભૃત્યને, ભુવનેશ્વરી મનભાવન.... હે.. પરમ
શોષિત, શ્રમિત, પ્રફુલ્લિત, વિકસીત, તવ ચેતનઅર્ચિત સુરક્ષિત
મદ-મત્સર મહિષાસુર મર્દો, રોળો રૌદ્રના રાવણ..... હે .. પરમ
ગીત તથા સંગીત : રવિ ઉપાધ્યાય
No comments:
Post a Comment