1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે..... "ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.
"છો ના આભે ચમક કરતી હું બનું ચારુ-ચન્દ્રી ! ...........
કે ના મીઠી ફૂલ, સરિતની હું બનું દિલ-તંત્રી !..... ....
મારે તો છે વિજ બની જવું, બે ક્ષણો કાજ માત્ર ......
દર્શાવું હું "હ્ર્દય ઝરણું" વિશ્વને એ પ્રકાશે !
રવિ ઉપાધ્યાય 'રવિ'
Ravi Upadhyaya.
રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો. જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં. મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ. બહુ જ નાની વયથી એમની પાસે ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરે સાહિત્ય લગતું સઘળું લખવાની સિધ્ધિ હ્સ્તગત્. થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી ઘણું વેધક અને અર્થસભર સાહિત્યનું સર્જન એ એમની આગવી વિશિષ્ટતા.સંગીતનાં જાણકાર અને સારું ગાતાં પણ. દેવી અંબામાનાં તેઓ પરમ ભક્ત. એમણે લખેલ અતિપ્રસિધ્ધ ગરબી "રુમઝુમ પગલે ચાલ્યાં માં..." ને 1953માં, 25 વષેઁ ,INT આયોજીત રાજ્યસ્તરીય સ્પર્ધામાં શબ્દ્લાલિત્ય માટે પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.1956માં 'સ્નેહયાત્રા' નાટ્ક અને 1965માં "ભવ ભવનાં ભેરૂં" ન્રુત્યનાટિકામાં લેખક, ગીતકાર અને સંગીતકાર તરીકે ખીલી ઉઠ્યાં. 1960માં "ઉરનાં સૂર" કાવ્યસંગ્રહ પ્રસિધ્ધ કર્યો. All India Radioનાં માન્યતાપ્રાપ્ત અને અધિકૃત કવિ. મુંબઇનાં સાંસ્કૃતિક જગતમાં એમનું આદરણીય સ્થાન. એમની કૃતિઓને ગુજરાતનાં ખ્યાતનામ સંગીતકારોએ સ્વરબધ્ધ કરી છે અને નામી ગાયકોએ ગાઇ, દેશ-વિદેશમાં ગુંજતી કરી છે.
No comments:
Post a Comment