1965માં ભજવાયેલ નૃત્યનાટિકા ભવ ભવનાં ભેરૂ નો નાયક પર્વત એની પ્રિયતમા રેશમને જીવનની પગથારે સાથી થવા એક વર્ષના સમયનો કોલ આપી પોતાને ગામ પાછો ફરે છે.
એક સાલ....! વ્યથાથી ભરેલા એ દિવસો શેં પૂરા થાય?. પ્રેમીની યાદમાં ઝૂરતાં પ્રિયતમાનાં હૈયાને એક સાલ, એક ભવ કરતાંયે લાંબી લાગે . હોળી અને ધૂળેટીનાં ઉત્સવો પછી આવે છે ગ્રીષ્મની ઉન્હી ઉકળાટભરી પ્રલંબ રાત્રિઓ. પ્રીતમની યાદમાં ચકડોળે ચઢેલાં ચિત્તને ચેન નથી. નયને નિંદ નથી. શૈયામાંથી ઝબકીને જાગી જતી પ્રિયતમા આ વૈશાખી રાતની ધીખતી અગનથી પ્રજળી રહે છે અને તે સમયે થતી પીડા આ ગીતમાં ગવાઇ છે..........

વૈશાખી રાત....
વૈશખી રાતની રે અગન, વસમી ઉની ઉની અગન...
વૈશખી રાતની રે અગન, વસમી ઉની ઉની અગન...
ધખતી રહી દિનભર ધરા,‘ને ઓઢતી અગની ગવન. વૈશાખી....
તનને દઝાડે, મન રંજાડે, એવી વાયે લૂ...
મૂરઝાતી મન-ઉપવનની કળીઓ, રેલેના ખુશબુ..
પીડાતી પ્રકૃતિ ગાતી રે.. , ઉના નીસાસીએ કવન... વૈશાખી....

ભીતર એકલતા ‘ને વિકળતા, ઉપર અગન લેપ..
એક તો પિયુની વિરહ પીડા, ‘ને બીજી પ્રસ્વેદ..
સાથી વિના સૂનું જીવન, સૂનાં સૂનાં ભાસે ભવન.. વૈશાખી...

ગીત અને સંગીત : રવિ ઉપાધ્યાય, ગાયિકા : રાજુલ મહેતા, નૃત્યનાટિકા ; ભવ ભવનાં ભેરૂ ( 1965)
No comments:
Post a Comment