ગીત નિરાલું ગાવું..
ગીત નિરાલું ગાવું
મારે ગીત નિરાલું ગાવું...!
માનવ-મનના અરમાનોના-
સાજની સરગમ થાવું...... મારે..
સૂર્યશશીનાં રશ્મિ લઇ ને
જલધિ બિન્દુ મિલાવી દઇ ને
વિશ્વતણા વિરાટવ્યોમ પર
ઇન્દ્રધનું સરજાવું....... મારે...
ગીત નિરાલું ગાવું
મારે ગીત નિરાલું ગાવું...!
માનવ-મનના અરમાનોના-
સાજની સરગમ થાવું...... મારે..
સૂર્યશશીનાં રશ્મિ લઇ ને
જલધિ બિન્દુ મિલાવી દઇ ને
વિશ્વતણા વિરાટવ્યોમ પર
ઇન્દ્રધનું સરજાવું....... મારે...
કંટક છાઇ જગની કેડી
અણદીઠી પગથારો ખેડી,
અંતરીક્ષથી સૌરભ મીઠી
જનહૈયે પ્રસરાવું..... મારે...
અણદીઠી પગથારો ખેડી,
અંતરીક્ષથી સૌરભ મીઠી
જનહૈયે પ્રસરાવું..... મારે...
ઘોર અઘોર અમાસી રાતે
સહુ વિલાપે તિમિર-ઘાટે
ત્યાં મારે વીજવેગે ઝબકી-
દીપક સહુનો થાવું..... મારે....
ભેદ અભેદ ભૂલાવી દઇને,
નાતજાત સહુ મીટાવી દઇને,
ઉર ઉરનાં પૂર ઘૂઘવી, કિશ્તી -
માનવતાની તરાવું .... મારે
ગીત અને સંગીત રચના : રવિ ઉપાધ્યાય
સહુ વિલાપે તિમિર-ઘાટે
ત્યાં મારે વીજવેગે ઝબકી-
દીપક સહુનો થાવું..... મારે....
ભેદ અભેદ ભૂલાવી દઇને,
નાતજાત સહુ મીટાવી દઇને,
ઉર ઉરનાં પૂર ઘૂઘવી, કિશ્તી -
માનવતાની તરાવું .... મારે
ગીત અને સંગીત રચના : રવિ ઉપાધ્યાય
No comments:
Post a Comment