જીવનની સાંજ છે ઢળી રહી
જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
મૃત્યુની "આજ" આવતી દીસે ધીરે ધીરે!
મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન!
મારાંથી વાઝ્ ખૂદ હું આવું ધીરે ધીરે!
મૃત્યુની "આજ" આવતી દીસે ધીરે ધીરે!
મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન!
મારાંથી વાઝ્ ખૂદ હું આવું ધીરે ધીરે!
બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!
ગુસ્સો તમારાં દોષ પર ના થાય એટલે
બદલ્યો મિજાજ મેં જૂઓ કેવો ધીરે ધીરે!
સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જ્ખ્મોનો રાઝ પામતો 'રવિ' ધીરે ધીરે!
શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય, ગાયક : પુરુષોત્ત્તમ ઉપાધ્યાય
મયુઝિક - ઓડીયો વીડીયો આલ્બમ: મંઝિલને ઢૂંઢવા....
ડેમો વીડીયો લીંક: http://www.youtube.com/watch?v=L8Bp2k2i2r8
No comments:
Post a Comment