(ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો )
હું નથી ઇશ્વર....
હું નથી ઇશ્વર, નવું સર્જન કરું
માનવી છું, શેં પરિવર્તન કરું !
શક્યતાઓ પણ બને છે પહાડ જ્યાં,
હું નથી શ્રી કૃષ્ણ કે ગોવર્ધન વહું !
ચીર પાંચાળીનાં ના પૂરી શકું,
લોક્ની નજરે તો હું દુર્યોધન ઠરું !
કામ ના લાગ્યો નર્યો પુરુષાર્થ ત્યાં,
લેશ ના પ્રારબ્ધનું દર્શન થયું !
ના થયો ઠરી ઠામ હું કોઇ જ'ગા
ધ્યેય વિના હું સતત ભ્રમણ કરું !
જીદગીથી દૂર ભાગ્યો છું 'રવિ',
મ્રુત્યુની સામે હું આકર્ષણ બનું !
શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, ગાયક : આલાપ દેસાઇ
ઓડીયો વીડીયો મ્યુઝિક આલ્બમ : ' મંઝિલને ઢૂંઢવા..."
વીડીયો ડેમો ક્લિપ લીંક http://www.youtube.com/watch?v=lA4LLB8aQmg
1 comment:
Jaydeepbhai
This is a very good ghazal. I like its matla a lot.
Himanshu
Post a Comment