
2જી ઓક્ટોબર એ આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિનો દિવસ. ગાંધીજી 1948માં શહીદ થયાં. એ અરસાનાં સમયમાં રચાયેલું, ગાંધીજીની દેશમાટેની કુરબાની ગાથા ગાતું અને એમના અધૂરાં સ્વપનોને પૂરાં કરવાનું વચનપૂર્તિ આપતું રવિ ઉપાધ્યાય ‘રવિ’નું આ ગીત ગાંધીજયંતિ નિમિત્તે ખાસ.....
યુગપિતા બાપુને....
યુગપિતા બાપુને....
જલાવ્યો તેં મુક્તિ-દિપ હરી ગુલામી-તિમિર ને,
વહાવી આત્માનો ઉદધિ, અમૂલાં પ્રેમ-કવનો-
ભણાવ્યા તેં મંત્રો પુનિત કુરબાની નિજ દઇ,
રચ્યા મુક્તિ કેરા અમર - ઇતિહાસો યુગ યુગે !
વહાવી આત્માનો ઉદધિ, અમૂલાં પ્રેમ-કવનો-
ભણાવ્યા તેં મંત્રો પુનિત કુરબાની નિજ દઇ,
રચ્યા મુક્તિ કેરા અમર - ઇતિહાસો યુગ યુગે !
કીધી ના તારી કૈં કદર જગના પામર જને !
ગુમાવી મોઘેંરુ રતન, નિજ હાથે જતું કરી -
હવે સંતાપે સહું, અનલ પ્રગટાવી નિજ ગૃહે !
રડે આજે હૈયાં, જખમ સહતાં - કૃત્ય નિજનાં !
દિશે દિશા તારાં સ્મરણ - ગીત આજે ગજવતી !
યુગોની નિકુંજો તવ સ્મરણ - ફૂલે મહકતી...
ચીરાયેલું હૈયું ધરણી તણું નિ:શ્વાસ ઝરતું !
ભરે માતૃભોમ, તવ વિરહનાં અશ્રુ ડૂસકાં !
હવે સંતાપી ના, તવ ઋણ કદી ટાળી શકીએ !
અધૂરાં સ્વપનોની મજલ કરીએ પૂર્ણ - બસ તો !
કવિ : રવિ ઉપાધ્યાય
2 comments:
આભાર જગદીપભાઈ.સારી ક્રુતિઓનુ રસપાન કરાવવા બદલ અભિનન્દન.તમારા ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છા સહ..........કમલ વ્યાસ.
જગદીપભાઈ,
યુગપિતા ગાંધી બાપુને અંજલિ આપતું આ શિખરિણી છંદનું સૉનેટ સવિશેષ ગમ્યું.
પૂજ્ય રવિભાઈના મનનીય ગીત ભજનો આ રીતે પ્રકાશમાં લાવી પિતૃઋણ અદા કરવાના આપના આ પુનિત પ્રયાસ બદલ અભિનંદન. આપે કલામય મેઘધનુષી રંગોની રંગોળી પૂરીને આ બ્લોગને સુંદરતા પણ બક્ષી છે.
શુભેચ્છા સહ,
દિલીપ પટેલ
Post a Comment