1/1/2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....

http://www.raviupadhyaya.wordpress.com/

1st january 2008 થી આ બ્લોગ નવાં રૂપે અને નવા સરનામે.....
"ઉરની ઉર્મિઓ" ....રવિ ઉપાધ્યાય - 'રવિ' રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો દર્શાવતો આ બ્લોગ હવેથી update નહીં થાય. આ બ્લોગની સર્વ પોસ્ટ આપને http://www.raviupadhyaya.wordpress.com/ ના સરનામાંવાળા " રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો" નામે નવાં રૂપે તૈયાર થયેલ બ્લોગ પરથી જોઇ શકાશે. wordpress પર editing, publishing અને display કરવા માટેનાં features વધારે સારાં હોવાને કારણે આ ફેરફાર કરાયો છે. આશા છે આપનો સાથ ચાલુ રહેશે અને આપનાં સૂચનો આવકાર્ય છે.

આ બ્લોગ વિશે

" રવિ ઉપાધ્યાય" 'રવિ'ના ગુજરાતી સાહિત્ય જગતમાં કરેલ માતબર પ્રદાનને અવગત કરાવતા આ બ્લોગમાં આપ ભલે પધાર્યા...સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય,ઉર્વી ક્લિનીક, 12 એ/4 મીસ્કીટા નગર, છત્રપતી શિવાજી રોડ, સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજૂમાં, દહીંસર (પૂર્વ), મુંબઇ 400068.ટેલીફોન, 91 (022) 28284271, 9321031220
E Mail : drupadhyayajr@yahoo.com
**************************************************************************

26 April 2007

મેહુલો આવે ને.....


મેહુલો વે ને વે....
મેહુલો આવે ને આવે માધવની યાદ...

બેઉં ના છે રૂપ સરખાં સરખાં ઉન્માદ.... મેહુલો..



ધરતીને લાગે મીઠાં મેઘનાં મિલન

શ્યામ વિનાં લાગે સૂનાં સૂનાં સદન

નયનેથી વરસે વસમાં વિરહ વરસાદ.. મેહુલો..



વન વનમાં વિકસે નવાં રૂપની છટાં

ગોકુળીયે ગિરિધર વિનાં કાળી ઘટા

રોમરોમ જાગ્યો એનાં બંસરીના નાદ... મેહુલો...
કવિ, સંગીત : રવિ ઉપાધ્યાય

કરો રે ઉતાવળ...


રો રે તા.......


કરો રે ઉતાવળ મનવાં, સાંજ તો ઢળી ગઇ,

સજાવી લ્યો સરંજામો, વેળાઓ વળી ગઇ...


મુકામો નોંધારા દીસે, વિસામાં છે પાધરાં,

વાટ્યુંની ખરચી બાંધી લ્યો, પછીનાં ઉજાગરાં,

અગમનાં તે સંકેતોની એંધાણી મળી ગઇ....


રણની રેતમાં મનવાં, કરશો કેમ ખેતી?

મૃગજળનાં જળમાં, કેમ પકવશો રે મોતી?

બાંધીના બંધાય એવી, અગન આંધી ફરી ગઇ...


ખપમાં નહીં આવે સગું, સંબંધીને ધનમતા,

ભવ ભવનાં પુણ્યફળોનાં અંતે ઉદય થતાં,

સાંધી લ્યોને તાર આતમનો, પરમાતમમાં ભળી જઇ....

કવિ : રવિ ઉપાધ્યાય ' રવિ'

24 April 2007

હું નથી ઇશ્વર...


(ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો )
હું થી શ્વર....


હું નથી ઇશ્વર, નવું સર્જન કરું

માનવી છું, શેં પરિવર્તન કરું !


શક્યતાઓ પણ બને છે પહાડ જ્યાં,

હું નથી શ્રી કૃષ્ણ કે ગોવર્ધન વહું !


ચીર પાંચાળીનાં ના પૂરી શકું,

લોક્ની નજરે તો હું દુર્યોધન ઠરું !


કામ ના લાગ્યો નર્યો પુરુષાર્થ ત્યાં,

લેશ ના પ્રારબ્ધનું દર્શન થયું !


ના થયો ઠરી ઠામ હું કોઇ જ'ગા

ધ્યેય વિના હું સતત ભ્રમણ કરું !


જીદગીથી દૂર ભાગ્યો છું 'રવિ',

મ્રુત્યુની સામે હું આકર્ષણ બનું !

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, ગાયક : લા દેસા
ઓડીયો વીડીયો મ્યુઝિક આલ્બમ : ' મંઝિલને ઢૂંઢવા..."
વીડીયો ડેમો ક્લિપ લીંક http://www.youtube.com/watch?v=lA4LLB8aQmg

22 April 2007

મને માંગવામાં

ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો
ને માંવામાં


મને માંગવામાં યુગોયુગ વીત્યાં છે,

તમે દઇ દીધું માત્ર એક જ ઘડીમાં !!


મને મ્હેલ-મુકામ ઓછાં પડ્યાં છે,

સમાયાં તમે સાંકડી ઝૂંપડીમાં !!


ધરાઉં ન હું થાળ-પકવાન ખાતાં,

તમે તૃપ્ત છો તુલસી પાંદડીમાં !!


રૂદનને મને રોકતાં આવડ્યું ના,

વહાવ્યું તમે હાસ્ય વષાઁ-ઝડીમાં !!


ભગીરથ બની તપ કરી ના શક્યો હું,

વહયાં છો તમે થઇ ને ગંગા-ગતિમાં !!


કિતાબોમાં જીવન જડ્યું ના 'રવિ'ને

તમે શોધ્યું મૃત્યુની બારાખડીમાં !!


શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીતકાર: પ્રકાશ ઉપાધ્યાય, ગાયિકા : હેમાંગિની દેસાઇ,

ઓડીયો-વીડીયો મ્યુઝીક આલ્બમ : " મંઝિલને ઢૂંઢવા..."
ડેમો ક્લીપ : http://www.youtube.com/watch?v=Bh_OSwbFWGA

21 April 2007

જીવનની સાંજ છે ઢળી રહી

( ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો )
જીની સાં છે ળી હી

જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
મૃત્યુની "આજ" આવતી દીસે ધીરે ધીરે!

મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન!
મારાંથી વાઝ્ ખૂદ હું આવું ધીરે ધીરે!

બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!

ગુસ્સો તમારાં દોષ પર ના થાય એટલે
બદલ્યો મિજાજ મેં જૂઓ કેવો ધીરે ધીરે!

સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જ્ખ્મોનો રાઝ પામતો 'રવિ' ધીરે ધીરે!
શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય, ગાયક : પુરુષોત્ત્ત પાધ્યા
મયુઝિક - ઓડીયો વીડીયો આલ્બમ: મંઝિલને ઢૂંઢવા....
ડેમો વીડીયો લીંક: http://www.youtube.com/watch?v=L8Bp2k2i2r8

17 April 2007

મંઝિલને ઢૂંઢવા..

( ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો )
મંઝિને ઢૂંવા ....
મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.


યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.


દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે,
અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે.


બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો ક્રરો ,
પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે.


પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.


સન્માન કેવું પામશો મૃત્યુ પછી 'રવિ'
જોવાં તમાશો એક્વાર ગુજરી જવું પડે....


શબ્દરચના : રવિ ઉપાધ્યાય ‘રવિ’
ગાયક અને સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય
મ્યુઝિક ઓડીયો / વીડીયો આલ્બમ : "મંઝિલને ઢૂંઢવા..."

12 April 2007

તારાં કોટિ કિરણોમાંથી... (પ્રાર્થના)




*******************************************
a
Prarthana comment
પ્રાર્થના : પ્રસ્તાવના
પ્રવક્તા : ડો. જગદીપ ઉપાધ્યાય
તારાં કોટિ કિરણોમાંથી ...


તારાં કોટિ કિરણોમાંથી કિંચિત કિરણો લાવું
તારાં પાવન ચરણો કેરાં અમી-ઝરણોમાં ન્હાઉં....

એક કિરણ હું અંગ લગાવું, ઉર ભીતર ઉતારું
જરા, મૃત્યુના ભવભય ભેદી નિત નવયૌવન ધારું....

એક કિરણથી કર્મ ધર્મનો મર્મ સક્લ હું લાધું
શબ્દ બ્રહ્મને શાસ્ત્રયોગનો સાર સનાતન સાધું...

જપ તપ તીરથ પુણ્ય પદારથ તૃતીય કિરણથી પામું
ભક્તિ ભાવના, મુક્તિ મોક્ષથી નિખિલ નિરામયી થાઉં
પ્રભુ....! તું મય હું બની જાઉં....



કવિ: રવિ ઉપાધ્યાય, "ઉરનાં સૂર" કાવ્ય સંગ્રહ.

07 April 2007

હ્તી રાત થોડી અને

ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો
તી રા થોડી ને...

હતી રાત થોડી અને વેશ ઝાઝાં,
ત્યાં કરવી પડી એ સ્થિતિમાં ઉતાવળ;
ભૂલેલાં જૂઠાં રાહથી પાછો વળવાં,
હું લાવ્યો ‘તો મારી ગતિમાં ઉતાવળ...

જીવનભરનાં ગુન્હાં કબૂલીને જેમાં,
લખ્યોતો તને પત્ર મેં ખૂબ લાંબો;
ઘડી અંતની આવી ગઇ ને થઇ છે,

લિખિતંગની છેલ્લી લીટીમાં ઉતાવળ...


ન સીતાહરણ થાત, ના થાત મૃત્યુ
લંકાપતીનું, શ્રીરાઘવનાં હાથે;
કાંચનનો મૃગ જોઇ મોહી જવામાં

જો થાતી નાં સીતા સતીમાં ઉતાવળ...

મજા મસ્ત મહેફીલની માણવાંને ,

નિમંત્ર્યા’તા મિત્રો મેં વીણી વીણીને;
નિહાળીને વર્તન હું પસ્તાઇ બેઠો,
થતું, મેં કરી દોસ્તીમાં ઉતાવળ...

હજું જીવવુંને જીરવવું'તું બાકી,
હજું કાવ્યનાં ખૂબ કરવાં'તા સર્જન;
પરંતું 'રવિ'ની જરુરત પ્રભુને,
જે કીધી મરણની તિથિમાં ઉતાવળ....

શબ્દ રચના: રવિ ઉપાધ્યાય, ગાયક : આશિત દેસાઇ, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય, ઓડીયો/વીડીયો સીડી " મંઝિલને ઢૂંઢવા..."

http://www.youtube.com/watch?v=rJ5fvf9uwFE

06 April 2007

સમસ્યાના સાગર

સમસ્યાના સાગર..... પ્રસ્તાવના, ડો. જગદીપ ઉપાધ્યાય

************************************************************
સમસ્યાના સાગર ..... વીડીયો ક્લીપ - નમૂનો

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
( ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો )
સ્યાના સા
સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.

પરીક્ષા પ્રભુનેય દેવી પડે.....
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે...

ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે...

તફાવત તું સારાં બૂરાનો સમજ
દીવાદાંડી જગની , બની જાણજે..

વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.
પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.

કવિ: રવિ ઉપાધ્યાય, ગાયિકા: રેખા ત્રિવેદી, સંગીતકાર: પ્રકાશ ઉપાધ્યાય.
ઓડીયો- વીડીયો સી.ડી. “મંઝિલને ઢૂંઢવા...”

01 April 2007

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે


*****************************************8

************************
( ડેમો વિડિયો ક્લીપીંગ માટે પીક્ચર પર ડ્બલ ક્લીક કરશો )

કોઇ શબ્દોની સમજ....

કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,

બ્રહ્મનો જેમ ભેદ તો ભીતરથી જડે.....

રામ છૂપાયાં નથી રામાયણે,

ખોલશો જો દ્વાર તો અંતરથી મળે...

કાષ્ટ્માં અગ્નિ છતાં દેખાય ક્યાં?

ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે......

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં

ફૂલની પિછાણ તો અત્તરથી પડે...

લાગણીનું પણ સદા એવું જ છે

ક્યાંથી જન્મી, કયાં જઈ ઢળતી રહે...

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્વર 'રવિ'

રામ નામે સેતુ તો પથ્થરથી બને....



કવિ: રવિ ઉપાધ્યાય, ગાયક: પાર્થિવ ગોહિલ, સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય,



ઓડીયો વીડીયો સી.ડી. 'મંઝિલને ઢૂંઢવા..'

http://www.youtube.com/watch?v=cvckIsuPtQc
"
http://www.esnips.com/doc/88ce2441-fcab-4a8d-9948-a725f11d3ef2/Koi-shabdoni


(http://www.kavilok.com/kavi_Ravi_Upadhyay.html)


(http://www.zazi.com/mehfil/)


(http://www.zazi.com/mushayro/ravi%20upadhyaya.html)